loader-missing
 ||  જાહેરાત માટે

ચાંડાળ યોગ


જ્યારે ગરુ સ્વયં નબળો, નિર્બળ, અશુભ ભાવવાળો અથવા અકારક બની જાય છે ત્યારે રાહુ સાથેની તેની યુતિ ચાંડાલ યોગનું નિર્માણ કરે છે. ગુરુ ચાંડાલ યોગને સંગતિના ઉદાહરણ દ્વારા સરળતાથી સમજી શકાય છે. જે પ્રકારે કુસંગતિના પ્રભાવથી શ્રેષ્ઠતા કે સદ્ગુણ પણ દુષ્પ્રભાવિત થઇ જાય છે, એ જ રીતે શુભ ફળ કારક ગુરુ ગ્રહ પણ રાહુ જેવા નીચ ગ્રહના પ્રભાવથી પોતાના સદ્ગુણ ગુમાવી દે છે. જે પ્રકારે હીંગની તીવ્ર ગંધ કેસરની સુગંધને ઢાંકી દે છે અને પોતે જ હાવી થઇ જાય છે, તે પ્રકારે રાહુ પોતાની પ્રબળ નકારાત્મકતાના તીવ્ર પ્રભાવમાં ગુરુની સૌમ્ય, સકારાત્મકતાને પણ નિષ્ક્રીય કરી દે છે.9 પણ હંમેશા આવું નથી થતું. જ્યારે ગરુ સ્વયં નબળો, નિર્બળ, અશુભ ભાવવાળો અથવા અકારક બની જાય છે ત્યારે રાહુ સાથેની તેની યુતિ ચાંડાલ યોગનું નિર્માણ કરે છે. કારણ કે રાહુ ચાંડાલ જાતિ, સ્વભાવ એટલે કે નકારાત્મક ગુણોનો ગ્રહ છે. માટે આ યોગને ગુરુ ચાંડાલ યોગ પણ કહેવામાં આવ્યો છે.લક્ષણો- -જે જાતકની કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ એટલે કે ગુરુ-રાહુની યુતિ હોય તે વ્યક્તિ ક્રૂર, ધૂર્ત, દરિદ્ર તેમજ કુચેષ્ઠાઓ વાળી હોય છે. આવી વ્યક્તિ ષડયંત્ર રચનાર, ઈર્ષ્યા-દ્વેષ, છળ-કપટ વગેરે દુર્ભાવનાઓ રાખનાર તેમજ કામુક પ્રવૃત્તિની હોય છે. ગુરુ ચાંડાલ યોગ ધારણ કરનાર જાતકમાં કોઇ ને કોઇ શારીરિક, માનસિક વિકૃતિ અવશ્ય હોય છે. અશુભતા પર નિયંત્ર – -ગુરુ ચાંડાલ યોગ ધરાવતા જાતકના જીવન પર જે દુષ્પ્રભાવ પડી રહ્યો હોય તેને નિયંત્રિત કરવા માટે જાતકે ભગવાન શિવની આરાધના અને ગુરુ-રાહુ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઇએ.