loader-missing
 ||  જાહેરાત માટે

દામ્પત્ય જીવનને ખુશુ ખુશાલ બનાવવું છે ?


દામ્પત્ય જીવનને ખુશુ ખુશાલ બનાવવું છે ?
જો પતિ-પત્ની એકબીજાની ભાવનાઓ નો આદર કરે તો તેઓ હંમેશા સુખી રહે છે,પરંતુ ક્યારેક ઈચ્છવા છતાં પણ આવું નથી થઇ શકતું . તેણે કારણે ક્યારેક પતી-પત્ની વચ્ચેના સબંધોમાં ખટરાગ પેદા થાય છે . તેમના સબંધમાં ક્યાંક પ્રેમ કે ખુશિઓની  ઉણપ વર્તાય છે .કોય કરણસર પતિ-પત્ની વચ્ચે પ્રેમ ઘટી રહ્યો હોય તો જ્યોતીશ્શાસ્ત્રમાં વર્ણિત ઉપાયો અજમાવવાથી દામ્પત્યજીવન વધારે ખુશનુમા બનશે પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.દરરોજ પ્રતકાલે પતિ-પત્ની એ સાથે પૂજન કરવું પૂજન કરતી વખતે શંખનાદ કરવો જોઈએ.દાંપત્ય સુખમાં ઉણપ વર્તાતી હોય તો બેમુખી રુદ્રાક્ષ અને ગોંરીશંકર રુદ્રાક્ષ બન્નેધારણ કરવાથી ફાયદો થાય છે, તેનાથી દામ્પત્ય સુખ વધે છે.

 

વિવાહ પછી જયારે કન્યા વિદાય થવાની હોય ત્યારે કોઈ પીળા રંગની ધાતુના લોટમાં ગંગાજળ લઈને તેમાં થોડી હળદર મેળવી લેવી અને એક તાંબાનો સિક્કો નાખી ને તે લોટાથી કન્યાની નજર ઉતારવી અને લોટા નું પાણી તેની આગળ ઢોળી દેવું .આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવન ખુશખુશાલ રહેશે.


કન્યા જયારે સાસરીના ઘરમાં પ્રવેશ કરતી હોય ત્યારે જો તે ચુપચાપ મેંદીમાં ભેળવેલા આખા અડદને વેરે તો હંમેશા તેણે સુખની પ્રાપ્તિ થાય છે.જો પત્ની માટે પતિ વધારે સમય ન ફાળવી શકતો હોય તો પત્નીએ કેળના વ્રુક્ષ નું પૂજન કરવું.દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ની આરાધના કરવાથી થોડાજ દિવસોમાં સકારાત્મક અસર જોવા મળશે.