loader-missing
 ||  જાહેરાત માટે

શરીરના દર્દો ઉપર રાશી-ગ્રહોનો પ્રભાવ


મેષ (અ.લ.ઈ.)
આ રાશીનું પ્રભુત્વ શરીરમાં મસ્તિષ્ક,ચહેરો,ખોપડી,કાન,નાક અને લોહીનાં પરીબ્રમણ ઉપર હોય છે.આ રાશિના જાતકો મોટા ભારે સિરદર્દ થી પરેશાની અનુભવતા હોય છે.પ્રીતપ્રકોપ અને વિકૃત વાયુના કારણે તેમના અંગો જકડાઈ જવા,ઝણઝણાટીનો અનુભવ થવો,પગના તરિયામાં બળતરા થવી,  વધુપડતા ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે તેઓને બ્લડપ્રેસર ની તકલીફ રહે છે.આ રાશિના જાતકોને સમયાંતર પોતાના શરીરનું ચેકપ કરારવું 

 

વૃષભ (બ.વ.ઉ.). 
આ રાશીનું પ્રભુત્વ ગળા અને ગુપ્તાંગો ઉપર રહેલું છે. આ રાશિના જાતકો ખાવા પીવાના શોખીન હોય છે.ચટપટા સ્વાદવાળું ભોજન તેઓને પ્રિય છે.અક્સર તેઓ મેદવૃધી થી પીડાતા હોય છે.વધારે વજનના કારણે તેઓને સ્નાયુના,સાંધાના અને જોઈન્ટસને લગતા દર્દો થી કષ્ટ થવા પામે,આ રાશિના જાતકોએ સ્વાદને નિયંત્રિત કરવો, સાદો ખોરાક લેવો તથા બજારુ ખાધ પદાર્થોથી દુર રહેવું પુરુષોને મૂત્રાશય અને બહેનોને સ્વેત પ્રદરની તકલીફો વધારે પરેશાન કરતી હોય છે

 

મિથુન (ક.છ.ઘ.)
આ રાશીનું પ્રભુત્વ શરીરમાં નાડીતંત્ર ઉપર રહેલું છે.મિથુન રાશિના જાતકો મોટા ભાગે  બુદ્ધિ ગમ્ય કર્યો કરવાનું વધુ પ્રમાણમાં પસંદ કરતા હોય છે.અત્યંત મેઘાવી પ્રતિભા ધરાવતા જાતકો મિથુન રાશિના હોય એવું અનુભવે સમજાયું છે.આ રાશિના જાતકોને સ્નાયુ અને નાડીના દર્દો થી શારીરિક કષ્ટ થવાની સંભાવના રહેલી છે.એકજ સમયે એક કરતા વધુ કર્યો કરવાની એમની આદત એમને વધુ પરેશાન કરતી જોવા મળે છે.હાથ,ખભા અને કાંડાના દુખાવા તથા મૂત્રમાર્ગ અને સ્પાઈનલ કોડને લગતા દર્દોથી પીડાતા લોકોમાં મિથુન રાશિના જાતકોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે પથારી અને એપેન્ડીક્સ ઓપરેશન થવાની સંભાવના પણ રહેલી છે.આ રાશિના જાતકો માટે પ્રાણાયામ અને અન્ય યોગાસનો સ્વાસ્થ માટે લાભ દાઈ  છે. 

 

કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો ઉપર ચંદ્ર નો પ્રભાવ હોવાથી મનને લગતી બીમારીઓથી કર્ક રાશિના જાતકો વધુ હેરાન થાય છે.મનની અશાંતિ,વિચારવાયુઅને વધુ પડતો ઉન્માદ  આ રહીના જાતકોને હેરાન કરે છે.પેટની ખરાબી,નબળું પાચન તંત્ર અને અનિદ્રાથી પણ તેઓ પીડાતા હોય છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યની સ્વચ્છતા માટે ભગવાન દેવા ધી દેવ મહાદેવની ભક્તિ કરવી, પોતાની લાગણીઓ,ભાવનાઓ અને સંવેદના ઓ ઉપર નિયંત્રણ રાખવા માટે તેમણે આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કરવું  લાભકારક બને છે. કસરત માં આ રાશિના જાતકોને અરોબીક્સ વધુ ફાયદા કારક બને છે. અત્યંત લાગણી પ્રધાન ઘટનાઓથી દુર રહેવું હિતાવહ  છે. 

 

શિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોના વ્યક્તિગત ઉપર સૂર્યનો પ્રભાવ વધુ પ્રમાણમાં જોવા મળેછે.તેઓને હૃદય અને રક્તચાપના દર્દો વધુ પ્રમાણમાં થવાની સંભાવના રહેલી છે.વાતવાતમાં ઉશ્કેરાટ અનુભવતા આ રહીના જાતકોએ પોતાના ગુસ્સાને નિયંત્રિત કરવાની સલાહ છે.આ રાશિના  જાતકો પોતે નક્કી કરેલા માર્ગ ઉપર ચાલનારા,પોતાનું ધાર્યું કરનાર અને સમય સંજોગો સાથે અનુકુલન ન સાધી શકવાના કારણે વધુ ઉગ્રતા અને આક્રમકતા અનુભવે છે. જેઓની જન્મ કુંડળી માં સૂર્ય નિર્બળ થયો એમને પોતાના હૃદય ના ધબકારાથી નિયમિત તપાસ કરાવવી જોઈએ

 

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશીનું પ્રભુત્વ શરીરમાં નાડીતંત્ર ઉપર રહેલું છે.મિથુન રાશિના જાતકો મોટા ભાગે  બુદ્ધિ ગમ્ય કર્યો કરવાનું વધુ પ્રમાણમાં પસંદ કરતા હોય છે.અત્યંત મેઘાવી પ્રતિભા ધરાવતા જાતકો કન્યા  રાશિના હોય એવું અનુભવે સમજાયું છે.આ રાશિના જાતકોને સ્નાયુ અને નાડીના દર્દો થી શારીરિક કષ્ટ થવાની સંભાવના રહેલી છે.આ રાશિનો સ્વામી બુધ થાય છે. બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે.એકજ સમયે એક કરતા વધુ કર્યો કરવાની એમની આદત એમને વધુ પરેશાન કરતી જોવા મળે છે.હાથ,ખભા અને કાંડાના દુખાવા તથા મૂત્રમાર્ગ અને સ્પાઈનલ કોડને લગતા દર્દોથી પીડાતા લોકોમાં કન્યા  રાશિના જાતકોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે 

 

તુલા (ર.ત.)
આ રાશીનું પ્રભુત્વ ગળા અને ગુપ્તાંગો ઉપર રહેલું છે. આ રાશિના જાતકો ખાવા પીવાના શોખીન હોય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર બને છે..ચટપટા સ્વાદવાળું ભોજન તેઓને પ્રિય છે.અક્સર તેઓ મેદવૃધી થી પીડાતા હોય છે.વધારે વજનના કારણે તેઓને સ્નાયુના,સાંધાના અને જોઈન્ટસને લગતા દર્દો થી કષ્ટ થવા પામે,આ રાશિના જાતકોએ સ્વાદને નિયંત્રિત કરવો, સાદો ખોરાક લેવો તથા બજારુ ખાધ પદાર્થોથી દુર રહેવું પુરુષોને મૂત્રાશય અને બહેનોને સ્વેત પ્રદરની તકલીફો વધારે પરેશાન કરતી હોય છે

 

વૃષિક (ન.ય.)
આ રાશીનું પ્રભુત્વ શરીરમાં મસ્તિષ્ક,ચહેરો,ખોપડી,કાન,નાક અને લોહીનાં પરીબ્રમણ ઉપર હોય છે.વૃષિક રાશિનો સ્વામી મંગળ થાય છે. આ રાશિના જાતકો મોટા ભારે સિરદર્દ થી પરેશાની અનુભવતા હોય છે.પ્રીતપ્રકોપ અને વિકૃત વાયુના કારણે તેમના અંગો જકડાઈ જવા,ઝણઝણાટીનો અનુભવ થવો,પગના તરિયામાં બળતરા થવી  
વધુપડતા ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે તેઓને બ્લડપ્રેસર ની તકલીફ રહે છે

 

ધન (ભ.ધ.ફ.)
આ રાશિના જાતકો ઉપર ગુરુ નો પ્રભાવ હોવાથી મેદસ્વીતા અને અહંકારના કારણે ઉત્પન્ન થતા મનોરોગને લગતી બીમારીઓથી ધન રાશિના જાતકો વધુ હેરાન થાય છે.મનની અશાંતિ,વિચાર વાયુ અને વધુ પડતો ઉન્માદ આ રાશિના જાતકોને હેરાન કરે છે.પેટની ખરાબી,નબળું પંચાન તંત્ર અને અનિન્દ્રાથી તેઓ પીડાતા હોય છે.

 

મકર (ખ.જ.) આ રાશિના જાતકોના વ્યક્તિત્વ ઉપર શનિનો પ્રભાવ વધુ પ્રમાણમાં જોવા મળે છે.તેઓને પગના ગોઠણ અને ઘૂંટણ ના દર્દો વધુ પરેશાન કરે છે..આ રાશિના  જાતકો પોતે નક્કી કરેલા માર્ગ ઉપર ચાલનારા,પોતાનું ધાર્યું કરનાર અને સમય સંજોગો સાથે અનુકુલન ન સાધી શકવાના કારણે વધુ ઉગ્રતા અને આક્રમકતા અનુભવે છે. જેઓની જન્મ કુંડળી માં શનિ નિર્બળ થયો એમને પોતાના શરીરની  નિયમિત તપાસ કરાવવી જોઈએ

 

કુંભ (ગ.શ.સ.)
આ રાશિના જાતકોની રાશિનો સ્વામી શનિ થતો હોવાથી તેઓ ધીર,ગંભીર અને શાંત અને સ્વસ્થ પ્રકુતીના જોવા મળે છે.વધુ પડતી લાગણીઓ અને બીજો પ્રત્યે અપેક્ષાઓ તેમને દુખ આપે છે.તેઓને પગના ગોઠણ અને ઘૂંટણ ના દર્દો વધુ પરેશાન કરે છે.આ રાશિના જાતકો વધુ વિચારનારા અને ઘણી વખત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લઇ શકનાર તથા બીજાનું અનુકરણ કરનાર થાય છે.આ રાશિના જાતકોએ જેઓની જન્મ કુંડળી માં શનિ નિર્બળ થયો એમણે પોતાના સ્વાસ્થ અંગે વિશેષ કાળજી રાખવાની સલાહ છે..પેટની ખરાબી, અને નબળા પાચન તંત્ર ના કારણે ઉત્પન્ન થતા દર્દો એમને વિશેષ પરેશાન કરે છે.કુંભ રાશિના જાતકો એ જેમનું લગ્ન કર્ક હોય અને લગ્નેશ ચંદ્ર નિર્બળ થયો હોય એમણે પોતાના કાલ્પનિક ભયને પણ નિયંત્રિત કરવો અત્યંત આવશ્યક છે.પોતાના આરોગ્યની સ્વચ્છતા માટે તાજી હવા,લાંબા અને ઊંડા શ્વાસ લેવાની પ્રકિયા નિયમિત કરાવી જોઈએ.  

 

મીન (દ.ચ.ઝ.)
આ રાશિના જાતકો ઉપર ગુરુનો પ્રભાવ હોવાથી મેદસ્વીતા અને અહંકારના કારણે ઉત્પન્ન થતા મનોરોગને લગતી બીમારીઓથી ધન રાશી જાતકો વધુ હેરાન થાય છે.મનની અશાંતિ,વિચારવાયુ અને વધુ પડતો ઉન્માદ આ રાશિના જાતકોને હેરાન કરે છે.પેટની ખરાબી, નબળું પાચન તંત્ર અને અનિંદ્રાથી પણ તેઓ પીડાતા હોય છે. પોતાની લાગણીઓ,ભાવનાઓ અને સંવેદના ઓ ઉપર નિયંત્રણ રાખવા માટે તેમણે આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કરવું  લાભકારક બને છે.મીન રાશિના જાતકો એ જેમની જન્મકુંડળી માં  ગુરુ છઠ્ઠા,આઠમા કે બારમાં ભાવે રહેલા હોય અથવા મકર રાશિમાં હોય, શનિ ,રાહુ,મંગળ થી પીડિત થયો હોય એમને ડાયા બીટીશના દર્દો તથા થાઈ રોઈડ થવાની સંભાવના રહેલી છે.આ જાતકોએ પોતાની મેદવૃધ્ધીને સત્વરે નિયંત્રિત કરવી તથા દરરોજ સવારે લગભગ એકાદ કિલોમીટર ચાલવાની આદત રાખવી જોઈએ.શંદેસ પંચાંગ