loader-missing
 ||  જાહેરાત માટે

સાંઈના આ 5 સૂત્રો અપનાવી, મેળવો મોટી સફળતા


- ઊંચા મુકામ અને સફળતાની રાહ આસાન બનાવવા માટે સાંઈ બાબાના આ સૂત્રોને જીવનમાં ઊતારો 

ધર્માશાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. કારણ કે ગુરુ જ જ્ઞાન, બુદ્ધિ અને વિવેક દ્વારા સ્વયંના ગુણ અને શક્તિઓની ઓળખ કરાવે છે. જેના દ્વારા શ્રેષ્ઠ, સફળ અને આદર્શ જીવન બનાવવું સંભવ હોય છે. ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગુરુની કૃપા મન, વચન અને કર્મમાં દૈવી ગુણો જગાડી ઈશ્વર સાથે મુલાકાત કરવાની શક્તિ પ્રદાન કરે છે.

સાંઈ એવા જ જગતગુરુના રૂપમાં પૂજનીય છે. જેમને પ્રકૃત્તિની દરેક રચનામાં ગુરુના દર્શન કર્યા અને 24 ગુરુઓ પાસેથી શિક્ષણ ગ્રહણ કર્યું, જેમાં પ્રાણી, વનસ્પતિ પણ સામેલ હતા.

એવા જ મહાયોગી અને મહાગુરુ સ્વરૂપ સાંઈ ચરિત્રમાં જીવનમાં સફળતા અને ઊંચા મુકામ પ્રાપ્ત કરવાના અનેસ સૂત્ર છે. જે ધર્મ પાલનની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. જાણો આ સૂત્રોને....


પ્રેમઃ-

-સાંઈ બાબને સુખી જીવન માટે પ્રેમભાવને સૌથી મહત્વપૂર્ણ માન્યા. આને લીધે જ તેમને ધર્મ, નાના-મોટા, ઊંચ-નીચની ભાવનાથી પર રહી બોલ, કાર્ય અને વ્યવહારમાં પ્રેમનું સ્થાન આપવાની શીખ આપી. પ્રેમ વિશ્વાસનો આધાર છે જે વ્યક્તિઓનો જોડી રાખે છે.

સંયમઃ-

-શ્રદ્ધા-સબૂરીના મુખ્ય સૂત્રોમાં સંયમ અને સમર્પણનું સૂત્ર છુપાયેલ છે, જે સાંસારિક જીવનમાં સફળતા માટે જરૂરી છે. ધર્મશાસ્ત્ર પણ ધર્મ પાલન માટે ઈન્દ્રિય સંયમનું મહત્વ બતાવે છે. શ્રદ્ધા કે સમર્પણ અને ધૈર્યની સાથે શક્તિ અને ઊર્જાનો ઉપયોગ કરી સફળતાની રાહ આસાન બનાવી શકાય છે.

ઇશ્વરની પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ—

-સબકા માલિક એકનું સૂત્ર ઈશ્વરની એકાત્મતાનો જ સંદેશ આપે છે. સાથે ધર્મના બંધનથી મુક્તિ રહી માનવીય ભાવનાઓ અને સંબંધોને સર્વોપરી રાખવાની શીખ આપે છે. તેમાં સફળતા માટે કર્મની સાથે ઈશ્વર ભક્તિ અને શક્તિ ઉપર વિશ્વાસ રાખવાની પ્રેરણા છે.


પરોપકાર અને દયાઃ-

-સાંઈ ચરિત્રમાં માનવતાનો ભાવ ધર્મની રાહ ઉપર ચાલવા માટે મુખ્ય દયા અને પરોપકારની શીખ આપે છે. શીખ છે કે કોઈપણ રૂપમાં નાના કે નબળાની ઉપેક્ષા નથી પણ પ્રેમની સાથે સહાયતા અને મદદ માટે તૈયાર રહો. આ રીતે સાંઈ દ્વારા સંવેદના પણ સફતાનું એક સૂત્ર બતાવવામાં આવ્યું છે.

બીજાનું સન્માનઃ-

-ગુરુ શબ્દનો અર્થ મોટી વ્યક્તિ એવું પણ થાય છે. જગતગુરુ સાંઈ બાબાએ પણ મોટા બનવા માટે એવું જ મુખ્ય સૂત્ર અપનાવ્યું. સાંઈએ અહંમને છોડીને ઈશ્વર, ગુરુ અને ઉંમરમાં મોટા લોકોની સાથે જ બધાની પ્રત્યે સન્માન અને વિશ્વાસભાવ રાખવાની શીખ આપી. જેના દ્વારા અનેક માણસ પોતાને પણ માન, પ્રતિષ્ઠા, કૃપા અને સહાયતા પ્રાપ્ત કરી ઊંચુ પદ અને મનચાહી સફળતા પ્રાપ્ત કરી શકે છે.