loader-missing
 ||  જાહેરાત માટે

શ્રાપિત દોષ


શ્રાપિત દોષ 
જન્મકુંડળી માં  શનિ-રાહુની યુતિ થવાથી કે પછી પ્રતિયુતિ થવાથી  શ્રાપિત દોષ કહેવાય છે.આ રીતે શનિ+રાહુથી થતો શ્રાપિત દોષ માનવીને ઘણું જ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે.ભાગ્યોદય બાબતે રુકાવટ,નોકરી-ધંધામાં વારંવાર ચડાવ-ઉતર,લગ્ન જીવન  માં મુશ્કેલી ઉભી થવી ,કુટુંબમાં અપમૃત્યુ ના બનાવો થવા, સંતાનો બાબતોની તકલીફો, આ રીતે શનિ+રાહુથી થતા શ્રાપિત દોષને લઈને વિવિધ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આ દોષનો યોગ્ય વિધિ શાસ્ત્ર માં આપેલો છે.તેનો યોગ્ય વ્યક્તિ પાસે વિધિ જાણીને કરાવવાથી આ દોષ નું નિવારણ થઇ શકે છે. દોષ હળવો થઇ શકે છે. આ રીતે શ્રાપિત દોષ જેની કુંડળીમાં પણ થતો હોય છે,તેના કુટુંબમાં પણ મોટાભાગે આવા દોષો દેખા દે છે. પરંતુ આ દોષનો વિધિ કરાવ્યા બાદ આવનાર બાળક ની જન્મકુંડળી માં આ યોગો દેખા દેતા નથી 

આભાર

હિતેશ જોશી