loader-missing
 ||  જાહેરાત માટે

કર્ક (ડ, હ )  કર્ક (ડ, હ )

પોઝિટિવ :

નવા લોકો સાથે સમાન સંબંધો બનશે અને તમને તેમનાથી ઘણો ફાયદો થશે.પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને ફ્લેટ, મકાન વગેરે ખરીદવાની તકો બનશે. વાહન ખરીદવાની શક્યતા પણ પ્રબળ બની રહી છે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરાં થઈ શકે છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જેઓ પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે તેમને સફળતા મળશે. દેશ-વિદેશમાં પ્રવાસની તકો મળશે અને તમને તેનાથી ઘણો ફાયદો થશે. નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી થવા લાગશે.


નેગેટિવ :

પૈસાને લગતી બાબતોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તેનો નિર્ણય આવવાનો છે તો શક્ય છે કે નિર્ણય તમારા પક્ષમાં ન આવે. તમારા માન-સન્માન પર પણ અસર થશે.જો તમે સખત મહેનત કરશો તો તમે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો.


ફેમિલી :

આ વર્ષ રિલેશનશિપને કારણે તમે તમારી કરિયર પર વધુ ધ્યાન આપી શકશો નહીં. વર્ષની શરૂઆતમાં સમસ્યામાં વધારો થશે, પરંતુ આ મુશ્કેલીનો સમજી-વિચારીને નિરાકરણ કરી શકાય છે. અન્યના સૂચનો પર ધ્યાન  આપો, પરંતુ તમારી પોતાની લાગણીઓને અવગણશો નહીં. અંતિમ નિર્ણય તમારો પોતોનો જ હોવો જોઈએ. જો તમે તમારા કામ પર વધુ ધ્યાન આપો છો, તો કેટલાક લોકો તમારાથી નારાજ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથેની વાતચીતને કારણે આ નારાજગીમાં ઘટાડો થઈ શકે છે. તમારા માતા-પિતા સાથેના સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખો. પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે વર્ષની શરૂઆતથી જ  પ્રયત્નો કરો. ધાર્યા પ્રમાણે ધનલાભ થશે, પરંતુ આ માટે તનતોડ મહેનત કરવી પડશે. તમે પારિવારિક જવાબદારીઓ કરતાં તમારા કામ પર વધુ ધ્યાન આપશો. તમારા નિર્ણય પર ફરીથી વિચાર કરશો.

નિષ્ફળતાના કારણે નિરાશ ન થાઓ, કારણ કે આ અનુભવ ભવિષ્યમાં તમને ફાયદો ચોક્કસ કરાવશે. જે બાબતોથી તમને તકલીફ થઈ રહી છે તેમાંથી શીખેલા પાઠને પણ યાદ રાખો. મિત્રો સાથેના સંબંધો સુધરશે, પરંતુ  મિત્રો સાથે વિવાદ થઈ શકે તેવી બાબતો પર ધ્યાન આપો અને તેને ટાળો. એવાં કાર્યોથી દૂર રહો જેનાથી તમારો સમય બગડે છે. તમે જે પણ વ્યક્તિગત લક્ષ્યો નક્કી કર્યાં છે, તમે મે મહિના પછી તેમને પ્રાપ્ત કરી શકશો. તમારા જીવન  પર ધ્યાન આપો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. પરિવારના કારણે જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ બનશે.


લવ :

પરિવારને લગતી ચાલી રહેલી સમસ્યાઓ ધીરે-ધીરે હળવી થવા લાગશે અને વિવાહિત જીવનમાં સ્થિરતા આવશે, પરસ્પર પ્રેમ વધશે. તમારા મન પરની ઉદાસીનતાની અસર ધીરે ધીરે ખતમ થશે અને તમે તમારી જાતને ઉત્સાહથી ભરપૂર જોશો.

અનેક પ્રયત્નો કરવા છતાં રિલેશનશિપમાં કોઈ હકારાત્મક પરિવર્તન નહીં આવે, જેના કારણે તમને નિરાશા મળી શકે છે. ઓગસ્ટ પછી સંબંધોમાં હકારાત્મકતા વધશે. તમારી પસંદગીની વ્યક્તિ સાથે સંબંધ શરૂ થઈ શકે છે. અવિવાહિત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે. લવ લાઈફમાં નવી બાબતોને કારણે જૂની સમસ્યાઓ દૂર થશે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે.


કેરિયર/પ્રોફેશન :

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલના અંત સુધી ચોથા ભાવમાં ગુરુ અને આઠમા ભાવમાં શનિની સ્થિતિ સારી નથી. આઠમા ભાવમાં રહેલ શનિને પનોતી પણ કહેવામાં આવે છે. આ સમય વ્યવસાયની દૃષ્ટિએ થોડો નરમ છે અને તમારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓ, સહકર્મીઓ અથવા જેમની સાથે તમારો વ્યવહાર છે તેમના વર્તનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. તમારા પોતાના સાથીદારો કે જેઓ થોડા સમય પહેલાં તમારી સાથે હતા અને તેમનો સંપૂર્ણ સહયોગ પણ તમારી વિરુદ્ધ થઈ શકે છે. કેટલાક લોકો તમારી સફળતા અને સિદ્ધિઓથી ઈર્ષ્યા કરશે. જો તમે નોકરીમાં છો, તો તમારી બદલી અન્ય જગ્યાએ થઈ શકે છે અથવા તમારી નોકરી છોડવાની શક્યતા છે. વેપારની દૃષ્ટિએ પણ આ સમય બહુ સારો નથી. ધ્યાનમાં રાખો કે જોખમ લેવાથી નુકસાન થવાનું જોખમ છે. જો તમે પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવ તો તમારી તૈયારીને ઢીલી ન થવા દો, નહીં તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. જો તમે મે પછી નોકરી શોધી રહ્યા છો, તો તમારી શોધ ટૂંક સમયમાં પૂર્ણ થશે. વર્તમાન નોકરીમાં પ્રગતિની તકો મળશે. ધંધામાં સ્થગિતતાનો અંત આવશે.

કરિયર
આ રાશિની મહિલાઓને આ વર્ષે ફાયદો થશે. તમે નક્કી કરેલાં લક્ષ્યો પૂરાં થશે. મહિલાઓ પોતાની ક્ષમતાઓમાં વધારો કરી શકશે. કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને  2024માં નવી તક મળશે. નોકરીમાં જોડાયેલા લોકોને  આ વર્ષે નવી તકો મળશે, પરંતુ તેમને સ્વીકાર કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ. નોકરી સાથે જોડાયેલા લોકો માટે મે મહિના પછીનો સમય હકારાત્મક રહેશે. આ વર્ષે તમે નવો ધંધો શરૂ કરી શકો છો. જે તમારા માટે આવકનો બીજો સ્રોત બની શકે છે. નવા પરિચય દ્વારા તમારા વ્યવસાયમાં વધારો થઈ શકે છે.


હેલ્થ :

તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પરિવારમાં વડીલનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં કોઈ આકસ્મિક ઈજા કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થવાની સંભાવના બની શકે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કોઈ જૂનો રોગ તમને ફરીથી પરેશાન કરી શકે છે

આ વર્ષે સ્વાસ્થ્યમાં ફેરફાર થશે. જૂની બીમારીમાંથી છુટકારો મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વજન કંટ્રોલમાં રહેશે. ડિપ્રેશન દૂર થશે.


ઉપાય :